Vision & Mission
1936 થી કાર્યરત આ સંસ્થા ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.
શિક્ષણ એ નિર્માણની અવિરત ચાલતી પ્રક્રિયા છે ત્યારે અમે માનીએ છીએ કે કોઈ સંસ્થા વિકાસ કરે છે ત્યારે તેની સુગંધનો લાભ આસપાસના સૌ કોઈને મળે છે અને અમારું સ્વપ્ન પણ આ સંસ્થાને લઈને એક અપ્રતિમ ભવિષ્યનું નિર્માણ "શ્રી એમ.પી. પંડ્યા" ની વટવૃક્ષ છાયા તળે થાય એવું સેવીએ છીએ..
- આજની પેઢી અને આવનાર ભવિષ્ય વચ્ચેની ભૂમિકા નો સેતુ બની વિદ્યાર્થીઓને શિક્ષણના ઉચ્ચ મૂલ્યોથી અવગત કરાવવા.
- વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સંસાધનો આપવા
- પ્રાચીન ,અસરકારક ભારતની મુળ શિક્ષણ પ્રણાલી સાથે શાળા પ્રવૃતિઓ ને સાંકળવાના પ્રયાસ આદરવામા આવ્યા છે.
- વિધ્યાર્થીઓમા ઉત્તમ સમાજિક, શૈક્ષણિક, શારીરીક અને ભાવનાત્મક મુલ્યોનુ સિંચન કરવુ.
- ભારતીય વૈદિક પ્રણાલી એ જીવનશૈલી નો ભાગ બને તેઓ યથાર્થ સંકલ્પ લઈ તે દિશામાં આયોજનો હાથ ધરવા.
- જૂની રમતો તેમજ આજના સમયની રમતોનું સંકલન કરી એક ખેલકુદનો શાળા પરિસરમાં માહોલ ઉભો કરવો.
- જિલ્લા અને રાજ્યકક્ષાની અનેકો સ્પર્ધાઓના આયોજન થકી પ્રાદેશિક સંસ્કૃતિ નું વર્ધન કરવું.
- પ્રતિયોગીતાના ઉચ્ચતમ લક્ષ્યાંકોને હાંસલ કરવા.
- વ્યવહાર લક્ષી મૂલ્યો નું વર્ધન થાય તેવા ઉપક્રમો હાથ ધરવા.
- વાંચન થી વિચાર સમૃદ્ધિના ખ્યાલને ધ્યાનમાં રાખી પ્રેરક વાંચનાલયનો માહોલ સર્જવો.
- વિધ્યાર્થીને અભ્યાસ અને સ્વાધ્યાય ભારતની જાહેરપરીક્ષાઓ માટે ઉપયોગી થાય તે મુજબનુ વર્ગ કાર્ય કરાવવુ .
- શિક્ષણના મૂલ્યોને પ્રસ્થાપિત કરવા વિદ્યાર્થી ઘડતરના ભાગરૂપ એક વિદ્યાર્થી એક વિદ્યાર્થીનો ઉદ્ધારક બનશે.
- સ્વશિસ્તથી સ્વશિક્ષણના સંકલ્પને સાકાર બનાવવો.
- સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના વિકાસ હેતુ, મન મંથન કાઉન્સિલિંગ કોર્નર કાર્યરત કરવા.