About School
શ્રી એમ.પી. પંડ્યા હાઇસ્કુલ જેતલપુર - અમદાવાદ જિલ્લા તથા ગુજરાત રાજ્યની પુરાતન શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના ઇ.સ 1936માં કરવામાં આવી. મિ એન્ડ મિસીઝ એમ.પી. પંડ્યા ચેરિટી ટ્રસ્ટ સંચાલિત આ શાળાના આદ્ય સ્થાપક શ્રીમાન મોજીલાલ પુરુષોત્તમદાસ પંડ્યા (એમ.પી. પંડ્યા) લુણાવાડાના વતની હતા. જેતલપુરના દીકરી જયાબેન સાથે વિવાહ કર્યા પછી આ વિસ્તારના વિકાસ અર્થે પહેલા દવાખાનું(1933) અને ત્યારબાદ શાળા (1936) શરૂ કરવામાં આવી.આસપાસના હજારો વિદ્યાર્થીઓએ આ શાળામાં શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી નું ઘડતર કરેલ છે. શાળામાં અગાઉ છાત્રાલયની વ્યવસ્થા પણ હતી. છેલ્લા 85 વર્ષથી આ સંકુલ આ વિસ્તાર માટે વરદાન રૂપ બની રહેલ છે. શાળાનું અધ્યતન સંકુલ( ઈ.સ 2020) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા દાતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલ છે .શાળામાં ધોરણ 6 થી ધોરણ 12 ના કુલ 20 વર્ગો (ગ્રાન્ટેડ) કાર્યરત છે ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર અને બ્યુટી એન્ડ વેલનેસ જેવા વોકેશનલ ટ્રેડ પણ સરકારી માર્ગદર્શનમા ચલાવવામા આવે છે. શાળા ધોરણ - ૧૦ અને ૧૨ ની કેંદ્ર શાળા છે.શાળામા ઉચ્ચ ગુણવતા યુક્ત શિક્ષણ ઉપરાંત રમત-ગમત, ગણિત - વિજ્ઞાન સંશોધન,એન.સી.સી, સ્કાઉટ તથા વિવિધ સાસ્ક્રુતિક પ્રવ્રુતીઓ હાથ ધરવામા આવે છે. શાળાનો સમય સવારનો છે. દરરોજ સવારે મંગલમય પ્રાર્થનાથી સવારે: ૭:૨૦ કલાકે શાળા શરુ થાય છે. શાળાના પ્રાથમિક વિભાગના બાળકોને દરરોજ સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એક વખત નાસ્તો અને એક વખતનુ જમવાનુ પુરુ પાડવામા આવે છે. કુદરતના ખોળે-ચારે તરફ વ્રુક્ષો અને બાગ બગીચાથી ઘેરાયેલ અતિ આધુનિક વિશાળ શાળા પરીસરમા ઉગતી ઉર્જાવાન ચેતનાનો અનુભવ અંહી થશે. શ્રી એમ.પી.પંડ્યા હાઇસ્કૂલ - જેતલપુર