10000
150+
100%
1936
શ્રી એમ.પી. પંડ્યા હાઇસ્કુલ જેતલપુર - અમદાવાદ જિલ્લા તથા ગુજરાત રાજ્યની પુરાતન શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના ઇ.સ 1936માં કરવામાં આવી. મિ એન્ડ મિસીઝ એમ.પી. પંડ્યા ચેરિટી ટ્રસ્ટ સંચાલિત આ શાળાના આદ્ય સ્થાપક શ્રીમાન મોજીલાલ પુરુષોત્તમદાસ પંડ્યા (એમ.પી. પંડ્યા) લુણાવાડાના વતની હતા. જેતલપુરના દીકરી જયાબેન સાથે વિવાહ કર્યા પછી આ વિસ્તારના વિકાસ અર્થે પહેલા દવાખાનું(1933) અને ત્યારબાદ શાળા (1936) શરૂ કરવામાં આવી.આસપાસના હજારો વિદ્યાર્થીઓએ આ શાળામાં શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી નું ઘડતર કરેલ છે. શાળામાં અગાઉ છાત્રાલયની વ્યવસ્થા પણ હતી. છેલ્લા 85 વર્ષથી આ સંકુલ આ વિસ્તાર માટે વરદાન રૂપ બની રહેલ છે. શાળાનું અધ્યતન સંકુલ( ઈ.સ 2020) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા દાતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલ છે .શાળામાં ધોરણ 6 થી ધોરણ 12 ના કુલ 20 વર્ગો (ગ્રાન્ટેડ) કાર્યરત છે ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર અને બ્યુટી એન્ડ વેલનેસ જેવા વોકેશનલ ટ્રેડ પણ સરકારી માર્ગદર્શનમા ચલાવવામા આવે છે. શાળા ધોરણ - ૧૦ અને ૧૨ ની કેંદ્ર શાળા છે.શાળામા ઉચ્ચ ગુણવતા યુક્ત શિક્ષણ ઉપરાંત રમત-ગમત, ગણિત - વિજ્ઞાન સંશોધન,એન.સી.સી, સ્કાઉટ તથા વિવિધ સાસ્ક્રુતિક પ્રવ્રુતીઓ હાથ ધરવામા આવે છે. શાળાનો સમય સવારનો છે. દરરોજ સવારે મંગલમય પ્રાર્થનાથી સવારે: ૭:૨૦ કલાકે શાળા શરુ થાય છે. શાળાના પ્રાથમિક વિભાગના બાળકોને દરરોજ સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એક વખત નાસ્તો અને એક વખતનુ જમવાનુ પુરુ પાડવામા આવે છે. કુદરતના ખોળે-ચારે તરફ વ્રુક્ષો અને બાગ બગીચાથી ઘેરાયેલ અતિ આધુનિક વિશાળ શાળા પરીસરમા ઉગતી ઉર્જાવાન ચેતનાનો અનુભવ અંહી થશે. શ્રી એમ.પી.પંડ્યા હાઇસ્કૂલ - જેતલપુર
Read MoreWe are inviting applications for the session 2024-25, get registered now!
News & Updates
What does happy parents says
Director's Desk
બાળકની દુનિયા એ એક સુંદર છતાં રહસ્યમય જિજ્ઞાસા છે જે વિચારો અને કાર્યોના અગ્નિથી પ્રકાશિત રંગોમાં રંગાયેલી આશાઓ અને આકાંક્ષાઓના સમૂહથી બનેલી છે અને તેમનું વિશ્વ શાળાના વાતાવરણથી ખૂબ પ્રભાવિત છે કારણ કે તેઓ તેમના બાળપણનો મોટાભાગનો સમય શાળામાં વિતાવે છે.
Read More...